મોરબીના રંગપર નજીક કારખાનાના ગોડાઉનમાંથી પોલીસે કોડીન યુક્ત કફ સીરપનો જથ્થો થોડા સમય પહેલાં ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે આ કામના મુખ્ય આરોપી જે ફરાર હોય તેમની શોધ ખોડ પોલીસે શરૂ કરી હતી ત્યારે આજરોજ પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે
આ અંગે મળતી વધુ માહિતી મુજબ રંગપર નજીક આવેલ R TILE નામના ગોડાઉનમાંથી પોલીસે કફ સીરપનો જથ્થો ૯૦ હજાર બોટલ કીમત રૂ ૧,૮૪,૯૩,૨૦૦ ચોખાની કુલ બોરીઓ નંગ ૬૩૦ વજન કિલો ૧૫૭૫૦ કિલો કીમત રૂ ૪,૪૧,૦૦૦ ટ્રક ટીએસ ૦૬ યુબી ૭૭૮૯ કીમત રૂ ૧૫ લાખ, ૩ મોબાઈલ કીમત રૂ ૧૫ હજાર અને રોકડ રૂ ૭ હજાર સહીત કુલ રૂ ૨,૦૪,૫૬,૨૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી મનીષ હરિભાઈ ઝાલાવાડિયા તેમજ ટ્રક ચાલક અને ટ્રક ક્લીનરને ઝડપી લીધા હતા તો ગોડાઉન ભાડે રાખી માલ મંગાવનાર રવિકુમાર મહિપત કંડિયા, ત્રિપુરાથી માલ મોકલનાર સાજેદા ટાઈલ્સ વાળા મસુદ આલમ અને મોબાઈલનો વપરાશ કરનાર એમ ત્રણ ઈસમો ફરાર હોય જેથી એ ડીવીઝન પોલીસ ટીમે વધુ તપાસ ચલાવી હતી અને અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવતા મુખ્ય આરોપી રવિ મહિપત કંડિયાને ઝડપી લેવામાં આવ્યો છે