હળવદ માંથી ટ્રકની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

Advertisement
Advertisement

હળવદ તાલુકાના પંચમુખી ઢોરા વિસ્તારમાંથી ટ્રકની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. ત્યારે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા ફરિયાદી ભીમાભાઇ કાળુભાઇ ગમારાનો રૂપિયા 10 લાખની કિંમતનો ટાટા ટ્રક કોઈ અજાણ્યા ચોર ઈસમો હળવદ ટેલીફોન એક્ક્ષચેન્જ પાસેથી ચોરી કરીને લઈ જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.