મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા મહાશિવરાત્રિની અનોખી ઉજવણી કરાઈ

Advertisement
Advertisement

મોરબી: મહાશિવરાત્રિના પવિત્રપર્વની મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી જાણીતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા મહાશિવરાત્રિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

 

જેમાં આજે મોરબીના સ્લમ વિસ્તાર કામધેનું પાછળ આવેલ આવાસમાં તથા મયુરપુલ નીચે બાળકોને મીઠાઈ તથા ફરારી ચેવડો સહિતના નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિત ગ્રુપની બહેનો જોડાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જન્મદિન હોય કે તહેવારો હોય જેની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે. સાથે જ મોરબીમાં બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવે છે. આ સિવાય પણ અનેક સેવાકીય કાર્યો તથા પ્રવૃતિઓ કરી રહ્યું છે.