મોરબીના બાયપાસ રોડ પર આવેલ જૂના આર.ટી.ઓ નજીકના પુલ પર પડ્યું ગાબડું

Advertisement
Advertisement

મોરબી કચ્છ સાથે જોડતા મુખ્ય માર્ગ પર આવેલ જૂની આર.ટી.ઓ. કચેરી પાસે નવ નિર્મિત બ્રીજમાં અચાનક ગાબડું પડતા તંત્ર દોડતું થયું હતું.

આ અંગે વાત કરીએ તો મોરબીને કચ્છ સાથે જોડતા મુખ્ય માર્ગ જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદી પર પુલ બનાવવામાં આવ્યો હતો અંદાજે દોઢ વર્ષ પૂર્વે નવા પુલને બનાવીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને માત્ર દોઢ વર્ષના ટૂંકાગાળામાં પુલ પર મસમોટું ગાબડું પડેલું જોવા મળ્યું હતું રાજકોટથી આવતા વાહનોને કચ્છ તરફ જવા માટેનો આ મુખ્યમાર્ગ હોય જેથી સતત ટ્રાફિક સતત રહે છે અને પુલ પર મોટું ગાબડું પડતા હાલ ગાબડા ફરતે પથ્થર રાખી કામ ચલાઉ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે ગાબડું એટલું મોટું છે કે સીધું જ નીચે નું પાણી દેખાઈ શકે છે. ત્યારે આ મોટું ગાબડું પડતાં તંત્ર દોડતું થઈ ગયું હતું.