મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ નીવડેલ ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રી માળી વર્ણીક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત શ્રી ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ-3 નવા ડેલા રોડ, મોરબી ખાતે 186 માં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દાતાશ્રી રૂપાબેન જગદીશભાઈ ઝવેરી તરફથી તેમની સુપુત્રી નેહલબેન શાહના લગ્ન પ્રસંગે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્યારે આ કેમ્પમાં કેન્સર નિદાન માટે મુંબઈના કેન્સરના નિષ્ણાંત સર્જન ડોક્ટર વિક્રમભાઈ સંઘવી (M.S.) કેન્સરના દર્દીઓને આગામી તારીખ 9/3/2024 ને શનિવાર સાંજે 4:00 થી 7:00 અને તારીખ 10/3/2024 ને રવિવાર સવારે 09:00 થી 12:00 વાગ્યાના સમય દરમિયાન વિનામૂલ્યે તપાસી યોગ્ય માર્ગદર્શન આપશે.
કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરી ના મેનેજર શ્રી મયુરભાઈ ને મોબાઈલ નંબર 95370 99219 પર અગાઉથી નોંધાવવાનું રહેશે. ઉપરાંત તપાસ કરવા માટે આવો ત્યારે પોતાના કેશના પેપર સાથે લાવવા તેવું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભાવેશભાઈ વી શાહ એ જણાવ્યું હતું.