સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ મંગળવારે રાત્રે અચાનક બંધ થઈ ગયા. જે લગભગ 1 કલાક બંધ રહ્યા બાદ ફરી શરૂ થયા છે. યુઝર્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અચાનક લોગ આઉટ થઈ ગયા હતા તે હવે લોગ ઈન થઈ રહ્યા છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થવાથી લાખો યુઝર્સ પરેશાન થયા હતા.
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ મંગળવારે રાત્રે અચાનક ડાઉન થઈ ગયા હતા. જે લગભગ 1 કલાક બંધ રહ્યા બાદ ફરી શરૂ થયા છે. યુઝર્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અચાનક લોગ આઉટ થઈ ગયા હતા તે હવે લોગ ઈન થઈ રહ્યા છે.. બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram અને Facebook લોડ થવામાં સમય લઈ રહ્યા હતા. યુઝર્સે વિવિધ પ્રકારની ફરિયાદો કરી હતી. કેટલાક યુઝર્સ અચાનક ફેસબુકમાંથી સાઈન આઉટ થઈ ગયા હોવાની ફરિયાદ કરી હતી.
ફેસબુક પ્લેટફોર્મ આઉટેજનો સામનો કરી રહ્યું હોવાના કારણે યુઝર્સ લોગ આઉટ થઈ ગયા હતા. આઉટેજને કારણે તમારો પાસવર્ડ સ્વીકારવામાં આવી રહ્યો નહોતો, પરંતુ હવે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જતાં ફરીથી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ શરૂ થઈ ગયા છે.
કલાકથી વધુ સમય સુધી ડાઉન રહ્યા બાદ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સમગ્ર વિશ્વમાં સ્થગિત થઈ ગયા હતા, પરંતુ હવે તેમની સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. લગભગ 8.30 વાગ્યાથી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં પરેશાની જોવા મળી હતી, ત્યારબાદ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સના એકાઉન્ટ ઓટોમેટીક લોગ આઉટ થઈ ગયા હતા. જોકે હવે મેટાની સેવા સામાન્ય થઈ ગઈ છે.