મોરબી સિવિલ હોસ્પિટલમાંથી બાઈક ચોરી કરનાર શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા સિવિલ હોસ્પિટલમાંથી ગત તારીખ 27 ફેબ્રુઆરીના રોજ એક બાઈકની ચોરી થયેલ હોય જે બાબતે પોલીસે તજવીજ હાથ ધરી હતી ત્યારે પોલીસે બાઈક ચોર ન હાલ ઝડપી પાડ્યો છે..

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિવિલ હોસ્પિટલમાંથી ગત તા.27 ફેબ્રુઆરીના રોજ ગૂંગણ ગામના રહેવાસી અશોકભાઈ ડાયાભાઇ પરમારનું અંદાજે 25 હજારની કિંમતનું બાઈક ચોરી જનાર આરોપી કિશોર અમૃતલાલ તેરૈયા રહે. હડમતીયા તા.ટંકારા વાળાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.