હળવદના માલણીયાદ ગામની સીમમાં રહેતા પરિણીતાનું ઝેરી દવા પી જતા મોત.

Advertisement
Advertisement

હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં રહેતા પરિણીતા એ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું. ત્યારે આ અંગે હાલ પોલીસ દ્વારા નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં ચંદુભાઈ ભુદરભાઈ કણઝારીયાની વાડીમાં રહી ખેતમજૂરી કરતા છોટા ઉદેપુર જિલ્લાના વતની સુમિત્રાબેન નગીનભાઈ રાઠવા ઉ.30 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આ અંગે હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.