ગરવી ગુજરાતી ભાષાનુ મહત્વ સમજાવવા બાળકો પાસે પાઠ્યપુસ્તકોનુ પુજન કરાવ્યુ.


ટંકારા ના નાનકડા ભૂતકોટડા ગામે આવેલી પ્રાથમિક શાળા ના શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ગીતાબેન સાંચલા એ વિશ્ર્વ માતૃભાષા દિવસ નિમિત્તે શાળામા ભણતા ગામડાના ભૂલકાઓ માતૃભાષા શુ છે? પાયા ના મુળાક્ષરો થકી જ માતૃભાષા ને ઓળખી શકાય છે. એ જ્ઞાન રમતા ગાતા અને ગમ્મત સાથે જ્ઞાન સંસ્કાર મેળવે એ હેતુથી અભ્યાસ ના ગુજરાતી પુસ્તકો સાથે ધાર્મિક વૃત્તિ પણ જળવાઈ રહે એટલે વેદ, રામાયણ સહિતના ગ્રંથો નુ ભણતા ભણતા પુજન કરાવ્યુ હતુ.
ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા નાનકડા ભૂતકોટડા ગામે ગામડાના પાદરમા આવેલી પ્રાથમિક શાળા મા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ગીતાબેન સાંચલા એ માતૃભાષા દિવસ અંતગર્ત વર્તમાન શિક્ષણના ફાસ્ટ યુગમા કેળવણી મહત્વની હોવા સાથે ભૂલકાઓ માતૃભાષા નુ મહત્વ સમજતા થાય અને પાયા ના મુળાક્ષરો થકી માતૃભાષા ને ઓળખતા થાય અને અભ્યાસ સાથે રમતા ગાતા ગમ્મત સાથે જ્ઞાન સંસ્કાર મેળવે એ હેતુથી અભ્યાસક્રમ ના ગુજરાતી પાઠ્યપુસ્તકો સામાજીક વિજ્ઞાન, ગણીત, ગુજરાતી, પર્યાવરણ સહિતના પુસ્તકો સાથે ધાર્મિક ગ્રંથો રામાયણ અને વેદ નુ શાળામા ભૂલકાઓ પાસે પુજન પણ કરાવ્યુ હતુ. શાળા મા ભૂલકાઓ કંટાળ્યા વગર ભણતા રહે તો પાયો વધુ મજબુત થાય એટલે કક્કો, બારાક્ષરીના મૂળાક્ષરો ને સાત રાગ મા મા શારદા બની શિક્ષકાએ જાતે ગાયા હતા.જેમા, ભજન, લગ્ન ગીત, લોકગીત, ધૂન, ચોપાઈ,દુહા છંદ ની લય મા કક્કો ગવડાવી વિધાર્થીઓ ને માતૃભાષા નો મર્મ સમજાવ્યો હતો.