મોરબી : મોરબી શહેરના મહત્વના એવા રવાપર ગ્રામ પંચાયત વિસ્તારના ભૂગર્ભ ગટરના પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા પંચાયત ખાતે આજ રોજ રવાપરને જેટિંગ મશીનની ફાળવણી કરવામાં આવી હતી.
મોરબીની ભાગોળે આવેલા રવાપર ગામમાં ભુગર્ભ ગટર લાઈનની સફાઈ માટે જેટિંગ મશીનની જરૂરત હોય જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી રવાપર ગ્રામ પંચાયતને જેટિંગ મશીન ફાળવવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રવિભાઈ સનાવડા, તાલુકા પ્રમુખ અરવિંદભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, રવાપર ગામના સરપંચ નીતિનભાઈ ભટ્ટાસણા, રવાપર ગામના તલાટી મંત્રી અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રવાપર ગામને જેટિંગ મશીન મળતાં ભુગર્ભ ગટર લાઈન સફાઈની સમસ્યા હવે ઝડપભેર દૂર થશે.