મોરબી રાહુલગાંધી ના વિવાદાસ્પદ નિવેદન બાદ જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચા ના પ્રમુખ દ્વારા પૂતળાં દહન નો જાહેરમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે ને લઈને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન આપીને ભાજપે મેજિસ્ટ્રેટ જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું જણાવ્યું હતું પરંતુ ભાજપ જિલ્લા બક્ષિપંચ મોરચા ના પ્રમુખ નિર્મલભાઈ ના સમર્થનમાં સમગ્ર ભાજપ સોશિયલ મીડિયાની ટીમે આવેદન નો વિરોધ કરીને પ્રમુખને સમર્થન કર્યું હતું જેમાં નિર્મલભાઈ જારીયાને યુવાનોના પ્રેરણાદાયી પ્રમુખ ગણાવ્યા હતા તેમજ નિર્મલભાઈ નું મનોબળ તોડવાનો પ્રયાસ કર્યો છે માટે જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા ટીમે આવેદન નો વિરોધ કરી નિર્મલભાઈ જારીયા ને સપોર્ટ કર્યો હોવાનું સોશિયલ મીડિયામાં સ્પષ્ટ નજરે પડે છે