મોરબીના એચડીએફસી ચોક પાસે લુવાણા બોર્ડિંગની સામેની શેરીમાંથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ચાર બોટલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. લુવાણા બોર્ડિંગની સામેની શેરીમાં આરોપી હીતેનભાઈ ઉર્ફે વિકિ દિનેશભાઇ ઠોરીયા પોતાના કબ્જા ભોગવટા વાળા એક્ટીવા નંબર GJ-36-AA–8387 કિંમત રૂપિયા ૪૦,૦૦૦ વાળામાં હેરાફેરી કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૪ કિંમત રૂપિયા ૧૫૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૪૧,૫૦૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.