વાંકાનેર: સિંધાવદર ગામે દુકાનમાં ધમધમતી જુગાર ક્લબ ઝડપાઇ, પાંચ જુગારીઓ ઝડપાયા

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રેલવે સ્ટેશન સામે આવેલ કોમ્પ્લેક્સમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી દુકાન માલિક સહિત પાંચ જુગારીઓને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. સિંધાવદર ગામે રેલવે સ્ટેશન સામે આવેલ શુભમ કોમ્પ્લેક્સ-2 આવેલ દુકાનમાં આરોપી ગુલાબહુશેન મીમનજી શેરસીયા જુગારધામ ચલાવતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા દુકાનમાં જુગાર રમી રહેલા આરોપી ગુલાબહુશેન મીમનજી શેરસીયા, આશીફ ઇકબાલભાઇ માડકીયા, રફીકભાઇ અબુભાઇ કાફી, ઇસ્માઇલભાઇ ઇબ્રાહીમભાઇ સુમરા અને આરોપી મુકેશભાઇ ભોગીલાલ શાહ તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ જતા પોલીસે રોકડા રૂપિયા 18,500 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.