મોરબીના જેતપર મચ્છુ ગામેથી પોલીસે જુગાર રમતા બે શખ્સોને દબોચી લીધા છે. જેતપર મચ્છુ ગામે પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા આરોપી અરવિંદભાઇ ચંદુભાઇ અઘારીયા અને સાવનભાઇ મનસુખભાઇ માલણીયાતને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 740 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.