ટંકારા: મહર્ષિ દયાનંદ સરસ્વતીના માર્ગે વેદ સંસ્કૃતિ-આર્ય સમાજ ની વિચારધારાને જન જન સુધી પહોંચાડવા યુવા પેઢી આગળ આવે : રાજ્યપાલ 

Advertisement
Advertisement
સર્વના કલ્યાણ માટે વૈદિક સંસ્કૃતિ અને આર્ય સમાજ જન જાગરણ માટે દર વર્ષે રૂ.૧ કરોડના દાનની ગવર્નરે જાહેરાત કરી
ટંકારામા યોજાયેલ મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦મા જન્મોત્સવ- સ્મરણોત્સવ ત્રિદિવસીય કાર્યક્રમ ઉદઘાટક  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉપસ્થિત દેશ વિદેશના આર્ય સમાજના અનુયાયીઓને આર્ય સમાજના પરીવારજન તરીકે ઉદબોધન કરતા જણાવ્યુ હતુ કે, હું આજે જે કંઈ પણ છું તેમાં આર્ય સમાજ અને દયાનંદ સરસ્વતીના કાર્યનું, તેમણે ચીંધેલા માર્ગનુ મોટુ પ્રદાન છે. ટંકારામા મહર્ષિના જન્મથી અત્યાર સુધીના ૨૦૦ વર્ષના સમયગાળામા ટંકારામા આટલો મોટો કાર્યક્રમ પ્રથમ વખત થઈ રહ્યો છે. આર્યસમાજ અને મહર્ષિના વિચારોએ દેશભક્તિ, નશામુક્તિ, શિક્ષણ સેવાનુ મહાન કાર્ય કરીને દેશના વિકાસ મા મોટુ યોગદાન આપ્યુ છે. એની ખુશી વ્યક્ત કરી મહર્ષિ ની વિચારધારાને ગતિ આપવા, દયાનંદના વેદ વિચારો ને વેગ આપવા દર વર્ષે રૂપિયા ૧ કરોડ ની ધનરાશી વેદ વિચારોને વિશ્વભરમા ફેલાવવાના કાર્ય માટે આપવાની જાહેરાત કરી હતી.
દેવવ્રત આચાર્ય એ વધુમા જણાવ્યા પ્રમાણે ગુજરાતના ટંકારાની પાવન ભૂમિ પર જન્મેલા મહર્ષિએ દેશની પ્રગતિમાં અવરોધરૂપ અનેક વિચારધારાનો વિરોધ કરવાનું કાર્ય કર્યું હતું. નારી શિક્ષણ પ્રોત્સાહિત કરવા, સતી પ્રથા દૂર કરવા, અંધવિશ્વાસ દૂર કરવા માટે તેમણે દુનિયા સાથે લડીને દેશની દશા અને દિશા બદલી હતી. તેમની વિચારધારા આજે  વધુ ગતિથી આગળ ધપાવવાની જરૂર છે. આ માટે રાજ્યપાલે  આર્યસમાજ મા કોઈ પદ કે હોદ્દો ધારણ કર્યા વગર વૈદિક પરંપરાને આગળ લઈ જવા કાર્ય કરનારને તમામ પ્રકારની મદદ કરવાની ઘોષણા કરી હતી. ઉપરાંત, સ્વામીના માર્ગે આર્યસમાજ સંસ્થાઓ, ડી.એ.વી. શિક્ષણ ક્ષેત્રે આજે પણ ખૂબ મોટું કાર્ય કરી રહી છે. સ્વામીએ સત્યનો માર્ગ બતાવ્યો છે. તેમાં સમસ્ત માનવનું કલ્યાણ છે. પોતે રાજ્યપાલ તરીકે ના શપથ લીધા બાદ પ્રથમ વખત ટંકારા આવ્યા અને ખૂબ ઉત્સાહિત હતા. પરંતુ જન્મસ્થાન ની દયનીય દશા જોઈ દુઃખી થયા હતા. જન્મસ્થાન એક તીર્થ તરીકે ઉભરી આવે અને ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની સ્મૃતિમાં સ્મારક બને તેવુ ઈચ્છતા હતા. જ્ઞાન જ્યોતિ તીર્થ બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રેરણા આપી હોવાની વાત પણ દોહરાવી કહ્યુ કે, પ્રધાનમંત્રી પણ સ્વામી દયાનંદજી પ્રત્યે ભક્તિભાવ ધરાવે છે.નવી ચેતના અને નવી ઊર્જાનું મોટુ કેન્દ્ર અને લોકોને નવી દિશા આપે તેવું જ્ઞાન જ્યોતિ તીર્થ ટંકારાની પાવન ધરા પર લગભગ ૨૫૦ કરોડના ખર્ચે તૈયાર કરવાની નેમ વ્યક્ત કરી ઋષિ સ્મારક ની પછવાડે આવેલી ડેમી નદીમા દયાનંદજી બાળપણમા મિત્રો સાથે રમ્યા હતા. તે ડેમી નદી પર ચેકડેમ બનાવીને નદીમા બારે માસ પાણી રહે તેવું આયોજન કરવામા આવી રહ્યુ છે.
આ તકે,સ્વામી આનંદને યાદ કરી વિશ્વ કલ્યાણની સંસ્થાની વિચારધારાનો પ્રસાર કરવા માટે આહલેખ જગાવી દેશના આધ્યાત્મિક ગુરૂઓની મુલાકાત વર્ણવીને આર્યસમાજ અને મહર્ષિ પ્રત્યેના અનુરાગ અને આદરની વાત કરી નવી પેઢીને આર્યસમાજમા આગળ આવીને જવાબદારી સ્વીકારવા આર્યસમાજના કાર્યો કરવા પ્રોત્સાહિત કરી યુવા પેઢી વૈદિક સંસ્કૃતિ – આર્ય પરંપરાના પ્રચાર પ્રસાર માટે આગળ આવે અને સોશિયલ મીડિયા તથા ટેકનોલોજીનો ઉપયોગ કરી જન જન સુધી મહર્ષિના કલ્યાણકારી વિચારો પહોચાડે તે માટે આહવાન કર્યુ હતુ આ તકે, સ્વામી આનંદને યાદ કર્યા હતાં અને વિશ્વ કલ્યાણની સંસ્થાની વિચારધારાનો પ્રસાર કરવા માટે આહલેખ જગાવી હતી. તેમણે દેશના આધ્યાત્મિક ગુરુઓની મુલાકાત વર્ણવીને તેમના આર્યસમાજ અને મહર્ષિ પ્રત્યેના અનુરાગ અને આદરની વાત કરી હતી. ઉપરાંત તેમણે નવી પેઢીને આર્ય સમાજમાં આગળ આવીને  જવાબદારી સ્વીકારવા તેમજ મોટા કાર્યો કરવા પ્રોત્સાહિત કર્યા હતા.યુવા પેઢી વૈદિક સંસ્કૃતિ – આર્ય પરંપરાના પ્રચાર પ્રસાર માટે આગળ આવે અને સોશિયલ મીડિયા તથા ટેકનોલોજીનો ઉપયોગ કરી જન જન સુધી મહર્ષિના કલ્યાણકારી વિચારો પહોચાડે તેવું આહવાન કર્યું હતુ. અંતમા,મહોત્સવના આયોજકોને સુંદર આયોજન માટે તેમજ પદ્મશ્રી પૂનમ સુરીને જ્ઞાન તીર્થ સ્મારકના કાર્યના આરંભ માટે બિરદાવ્યા હતા. આ માટે ૧૫ એકર જમીન  ટંકારા હાઈવે પર નક્કી કરવામા આવી છે. આ કલ્યાણકારી કાર્યમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતુત્વમા સરકાર દ્વારા પણ સહયોગ મળશે. આ પ્રસંગે પદ્મશ્રી ડો. પૂનમ સુરીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ડી.એ.વી. મેનેજમેન્ટ કમિટી દ્વારા દેશમાં ૯૦૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ સંસ્થાઓ દ્વારા શાળા શિક્ષણ, નર્સિંગ, એન્જિનિયરિંગ, આયુર્વેદ, લો, ફિઝિયોથેરાપી,  વગેરે અનેક કોલેજો ચલાવવામાં આવી રહી છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી અને વેદ ના સંદેશાઓને મધ્યમા રાખીને ચાલતી આ સંસ્થાઓ મા ૧ લાખથી વધુ શિક્ષકો અને સ્ટાફ દ્વારા લગભગ ૩૪ લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આર્યસમાજ એ આ સંસ્થાઓ દ્વારા થતી શિક્ષણ સેવાની માતા છે. ડી.એ.વી.ના છાત્રો અદ્યતન ટેકનોલોજી શીખીને સ્ટાર્ટઅપ ખોલી રહ્યાં છે. તેઓશ્રીએ આર્ય સમાજના સંદેશાઓને વિશ્વભરમાં ફેલાવવા માટે અને આર્યગુણોથી સુશોભિત થવા મહર્ષિની ભૂમિમાંથી કૃતનિશ્ચયી થવા અનુરોધ કર્યો હતો.