મોરબી સીરામીક મેન્યુફેક્ચર એસોસીએશન દ્વારા ઈન્ક્મટેક્સમાં કલમ ૪૩ બી (એચ) સીરામીક ઉદ્યોગ માટે મોટી સમસ્યા સમાન હોય જેથી આ અંગે સાંસદ મોહનભાઇ કુંડારીયાને સાથે રાખી દિલ્હી ખાતે જઈ કેન્દ્રીય આયકર વિભાગ મંત્રી તથા કેન્દ્રીય નાણામંત્રીને રૂબરૂ મુલાકાત લઇ રજૂઆત કરતા તેમના દ્વારા હકારાત્મક અભિગમ દર્શાવી આ બાબતે યોગ્ય કરવા હૈયાધારણા આપી હતી. ૧-૦૪-૨૪ થી ઈન્કમટેક્ષમાં કલમ ૪૩ બી(એચ) કાયદાની જોગવાઈ મુજબ સ્મોલ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદ માલનુ પેમેન્ટ ૧૫ થી ૪૫ દિવસમા કરવુ ફરજિ્યાત છે, જેમા સીરામીક ઉઘોગનુ રો મટીરીયલ મોટાભાગે સ્મોલ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદ થતુ હોય અને સીરામીક ઉઘોગ મોટાભાગે મીડીયમ એન્ટરપ્રાઈઝમા હોય જયારે સીરામીક માલનુ વેચાણ ૧૦૦ થી ૧૨૦ દિવસની ઉઘારીમાં થતુ હોય છે ખરીદ કરેલ માલનુ પેમેન્ટ ૪૫ દિવસમા કરવુ મુશ્કેલ હોય ત્યારે સીરામીક ઉઘોગ મોટી સમસ્યામા મુકાયેલ છે.
જે બાબતે મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દૃારા સાસંદ મોહનભાઈ કુંડારીયા સાથે ગત તા.૬-૨-૨૪ ના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય આયકર વિભાગના ચેરમેન તેમજ MSME ના મંત્રી નારાયણ રાણેને રજુઆત કરવામાં આવી હતી તેમજ સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિરમલા સીતારામન સાથે મુલાકાતનો સમય લઈને કેન્દ્રીય નાણામંત્રીને રુબરુ મળીને સાસંદ મોહનભાઈ કુંડારીયા દ્વારા આ બાબતે રજુઆત કરેલ, જેમા નાણામંત્રી દ્વારા હકારાત્મક અભિગમ દાખવી આ બાબતે યોગ્ય કરવા જણાવેલ હતું. મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસનના પ્રમુખશ્રી મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, કિરીટભાઈ પટેલ, પુવઁ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા તેમજ કમીટી મેમ્બર શામજીભાઈ મેથાણીયા ઉપરોક્ત રજુઆતમા સાથે રહ્યા હતા.