મોરબીના સોનીબજાર વિસ્તારમાં આવેલા કબીર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી વિપુલભાઇ પરસોતમભાઇ સોલંકી, મનોજભાઇ શિવશંકરભાઇ કપટા, ગોપાલભાઇ રમેશભાઇ નિમાવત અને કમલેશભાઇ મણીલાલ મકવાણાને સીટી એ ડિવિઝન પોલીસ ટીમે તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10490 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.