મોરબી: ઓવરબ્રિજ ખોદકામ દરમિયાન કેબલ તૂટતા સરકારી કામકાજ ઠપ્પ

Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠા વિસ્તારમા નટરાજ ફાટકે ઓવરબ્રિજ નિર્માણ કામગીરીના ખોદકામ દરમિયાન આજે ઈન્ટરનેટ કેબલમાં ભંગાણ સર્જાતા કોર્ટ, સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર સહિતની કચેરીની કામગીરી ખોરંભે ચડતા નાગરિકો હેરાન પરેશાન થયા હતા. કેન્દ્ર રાજ્ય સરકારની મોટાભાગની કચેરીઓમા સરકારી કામગીરી ઓનલાઈન થઈ ગઈ છે તેવામાં આજે મોરબીના નટરાજ ફાટકે ઓવરબ્રિજ નિર્માણ કાર્યની કામગીરી દરમિયાન કેસરબાગ પાસે ખોદકામ કરતી વેળાએ ગુજરાત સરકારના ઇન્ટ્રાનેટ કનેક્ટિવિટી માટેના જીસ્વાન કેબલમા ભંગાણ થતા મોરબીની મોટાભાગની સરકારી કચેરીઓમાં રૂટિન કામગીરી ખોરવાઈ જતા અરજદારો અને અમલદારો પરેશાનીનો ભોગ બન્યા હતા. જીસ્વાન કનેક્ટિવિટી ખોરવાઈ જતા મોરબીની જીએસટી કચેરી, સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી, કલેકટર કચેરી, પુરવઠા વિભાગ અને કોર્ટ કચેરીની કાર્યવાહીને અસર પહોંચતા દસ્તાવેજ નોંધણી સહિતની કામગીરી અટકી પડી હતી.