ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લા દ્વારા જૂના શિશુ મંદિર ખાતે સદસ્યતા અભિયાનની બેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં ગાંધીનગરથી કિસાન સંઘના પ્રતિનીધી ભીખાભાઈના અધ્યક્ષસ્થાને મોરબી જીલ્લાના અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયા દ્વારા સદસ્યતા અભિયાનની મીટીંગ લેવામાં આવી હતી. જેમાં આવનારા દિવસોમાં મોરબી જીલ્લામાં કિસાન સંઘનો વ્યાપ વધે અને ખેડૂતોને પડતી મુશ્કેલી કઈ રીતે સરકાર સુધી પહોંચાડી શકાય તે દિશામાં બધા કાર્યકર્તાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે મોરબી જીલ્લાના દરેક તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.