મોરબી: રફાળેશ્વર ગામ નજીક ટ્રકની અડફેટે એક્ટિવા ચાલકનું મોત

Advertisement
Advertisement

મોરબીથી રફાળેશ્વર ગામ તરફ જતા રોડ ઉપર સંધ્યા સેરા ડેકોર કારખાના પાસે રોડ ઉપર ટ્રકે અડફેટે લેતા એક્ટીવા ચાલકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. બગથળા ગામે રહેતા ધીરજલાલ છગનભાઇ મેરજાએ આરોપી ટ્રક રજીસ્ટર નંબર GJ-12-AT-8181 વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તારીખ 04-02-2024ના રોજ સાંજના આશરે સવા ચારેક વાગ્યે ટ્રક નંબર GJ-12-AT-8181 ના ચાલક આરોપીએ પોતાના હવાલાનો વાળો ટ્રક ફુલ સ્પીડમાં ચલાવી નીકળી ફરીયાદીના ભાઇ રાજેશભાઇ છગનભાઇ મેરજાના એક્ટિવાને પાછળના ભાગેથી અડફેટમાં લઇ વાહન અકસ્માત કરી ટ્રકના વ્હીલનો જોટો ફરીયાદીના ભાઇના માથા ઉપરથી ફરી જતા મોત નિપજાવી પોતાનો ટ્રક રેઢો મુકી નાસી ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના ભાઈ ધીરજલાલે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.