મોરબીના વાવડી રોડ ઉપર મામા દેવ મંદિરથી દશામાના મંદીર વચ્ચે GJ-36-T-9883 નંબરના બોલેરો પીકઅપ વાહનના ચાલકે બાઈક નંબર GJ-03-DP-1013 લઈને જઈ રહેલા પાર્થ જીતેન્દ્રભાઈ રામાવત નામના યુવાનને ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી બોલેરો રેઢી મૂકી નાસી જતા ઈજાગ્રસ્ત બનેલા પાર્થના પિતા જીતેન્દ્રભાઈ મણીરામભાઈ રામાવત, રહે.મોરબી નાની વાવડી શીવ ગંગા સોસાયટી વાળાએ બોલેરો ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.