ટંકારા પોલીસે કાર નો પીછો કરી છતર ચેકપોસ્ટ પાસેથી ૧૩૨ બોટલ સાથે  ચાલક ઝડપ્યો..

Advertisement
Advertisement
ટંકારા PSI ને કોલ પર બાતમી મળતા, બે કોન્સ્ટેબલ કૃષ્ણસિંહ અને અકીલ બાંભણીયા ને બાઈક પર દોડાવી કાર ચેકપોસ્ટ પર રોકાવી ઝડપી લીધી.

રાજકોટ મોરબી હાઈવે પર ઈંગ્લીશ દારૂ ના જથ્થા સાથે ચોક્કસ નંબર ની કાર ટંકારાના મિતાણા તરફથી રાજકોટ તરફ જતી હોવાની ચોક્કસ હકિકત ટંકારા પોલીસને મળતા પોલીસે છતર ગામ નજીક ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હાઈવે પર પસાર થતી કાર ને રોકી ઈંગ્લીશ દારૂ ની ૧૩૨ બોટલ કિંમત રૂપિયા ૧,૩૮,૪૦૦/- ના મુદ્દામાલ સાથે કાર ચાલક ઈસમ ને દારૂ સગેવગે થાય એ પૂર્વે ઝડપી લીધો હતો.
ટંકારા પોલીસ સબ ઈન્સ્પેકટર એમ.જે. ધાંધલને ચોક્કસ બાતમી મળી હતી કે, કાર નં. જીજે ૧૦ બીજી ૮૯૫૨ ઈંગ્લીશ દારૂ ભરીને ટંકારા તાલુકાના મિતાણા તરફથી નિકળી ને રાજકોટ મોરબી હાઈવે પર થી રાજકોટ તરફ જઈ રહી હોવાની દમદાર હકિકત મળતા પો.સ.ઈ. મુળુભા ધાંધલે કોન્સ્ટેબલ કૃષ્ણસિંહ ઝાલા અને અકિલ બાંભણીયા મારફતે પીછો કરાવી છતર ચેકપોસ્ટ પાસે કાર રોકાવી હતી. એ દરમિયાન ધાંધલ, ફોજદાર પી.એલ.સેડા ઉપરાંત, રાજેસ કણઝારીયા, ધવલ ભાગીયા, મહેશ ગઢવી, અનિલ પરમાર સહિત નો પોલીસ કાફલો ચેકપોસ્ટ પર પહોંચી ગયો હતો.
હાઈવે પર ચેકપોસ્ટ પર થંભાવી રાખેલી કાર ની પોલીસે સ્થળ પર તલાસી લેતા કાર માંથી અંગ્રેજી શરાબની ૧૩૨ બોટલ મળી આવતા પોલીસે દારૂ ના જથ્થો કાર સહીત રૂપિયા ૧,૩૮,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક રાજકોટ ના કોઠારીયા રોડ,કેદાર ગેટ શેરી નં.૮ મા રહેતા ભરત રાવતભાઈ ડવ ની  વિધીવત ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.