મોરબી: પીપળીયા ચાર રસ્તા નજીક ડમ્પર અડફેટે આધેડ અને રંગપર નજીક ટ્રક અડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત

Advertisement
Advertisement

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક મોબાઈલ રીપેરીંગ કરાવવા માટે ચાલીને જઈ રહેલા નાનીબરાર ગામના વતની સવજીભાઈ દેવજીભાઈ ચાવડા નામના આધેડને જીજે-03-બીવી-9037 નંબરના ડમ્પર ચાલકે અડફેટે લઈ ઇજાઓ પહોંચાડી નાસી જતા અકસ્માતની આ ઘટના અંગે ઇજાગ્રસ્તના પુત્ર ગોપાલભાઈ સવજીભાઈ ચાવડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જ્યારે બીજી ઘટનામાં રંગપર ગામ નજીક જીજે-25-યુ-1224 નંબરના ટ્રક ચાલકે બાઈક લઈને જઈ રહેલા મહેન્દ્રનગરના રહેવાસી શૈલેષભાઇ ઘોઘજીભાઈ જંજવાડિયાને અડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.