વાંકાનેર: પાજ ગામે જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના પાજ ગામ ખાતે વર્ષ 2014માં વેંચાણથી આપેલ ખેતીની જમીનમાં મુળ માલીક દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી જમીન ખાલી નહીં કરતા મહિલાએ કલેકટર સમક્ષ ફરિયાદ અરજી કર્યા બાદ આજરોજ આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી મંજુબેન જીવણભાઈ ટોળીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ વાંકાનેરના પાજ ગામના સર્વે નંબર 63 પૈકી 2ની જમીન વર્ષ 2014માં વેચાણ દસ્તાવેજથી યુનુસભાઇ મામદભાઇ સીપાઇ પાસેથી ખરીદી કરેલ હોય જેમાં મુળ માલીક આરોપી એવા યુનુસભાઈ મામદભાઈ સીપાઇ દ્વારા આ જમીનનો કબ્જો ખાલી નહીં કરતાં બાબતે ફરિયાદીએ મોરબી કલેક્ટરમાં આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરતા બાબતે કલેક્ટરના હુકમથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આરોપી યુનુસભાઈ મામદભાઈ સીપાઇ (રહે. પાજ) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ 4(1), 4(3), 5(c) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે