મોરબીના શનાળા બાયપાસ તુલસી પાર્કમાં રહેતા એકતાબેન અતુલભાઈ ભટ્ટએ આરોપી જૈનમભાઈ રાજેશભાઈ મકવાણા (પતિ), કૈલાશબેન રાજેશભાઈ મકવાણા (સાસુ) તથા આરોપી જયદીપભાઈ હરદાસભાઈ ગાગીયા વિરૂદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તારીખ 24-04-2023 થી 04-10-2023 દરમિયાન ફરીયાદીને પતિ તથા સાસુ અવાર નવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી મારકુટ કરી માવતરના ઘરેથી ઘંધો કરવા પૈસા લઇ આવવા દબાણ કરી મેણાટોણા મારી મારપીટ કરી તેમજ આરોપી જયદીપભાઈ અવાર-નવાર તેના પતિને ખોટી ચડામણી કરતા શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપતા હોય જેથી ભોગ બનનાર પરણીતા એકતાબેને આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૪૯૮(ક),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.