મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાનો 07 વર્ષની સજા કાપતો પાકા કામનો કેદી છેલ્લા 02 વર્ષથી પેરોલ ઉપર છૂટયા બાદ ફરાર થઈ જતાં મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ઉત્તર પ્રદેશ રાજ્યના બલીયા જિલ્લા ખાતેથી પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં આરોપી સેરાજ અહેમદ રજાક હુશેન હાશમી (રહે.રતસર તા.જી.બલીયા (યુ.પી))ને સેશન્સ કોર્ટ મોરબી દ્વારા સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જે આરોપીને નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી 15 દિવસની પેરોલ રજા મળતા કેદીને તારીખ 10/12/2021ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હતું. પરંતુ પાકા કામનો કેદી પેરોલ રજા પરથી ફરાર થઈ જતાં કેદીને હસ્તગત કરવા માટે મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ઉતરપ્રદેશ ખાતે તપાસ માટે જતાં પેરોલ ફરાર કેદીને ગત તારીખ 25/02/2024ના રોજ યુપીના બલિયા જિલ્લાનાં રતસર કલાન અગરધતા મેઇન બજાર ખાતે પકડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો.