મોરબી: દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પાંચમાં સમૂહલગ્નનું આયોજન

Advertisement
Advertisement

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પાંચમાં સમૂહલગ્નનું ભવ્ય આયોજન આગામી તારીખ 25 ફેબ્રુઆરીના કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં મોરબી જિલ્લાના જરૂરિયાતમંદ દીકરા-દીકરીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ સમૂહલગ્ન માટે યુવક-યુવતીઓના વાલીઓએ તારીખ 31 જાન્યુઆરી સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે નામ નોંધાવી જવાના રહેશે. આ સાથે જ નામ નોંધાવા અને દીકરીઓને કરિયાવરનું દાન આપવા માટે મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ પ્રમુખ તેજસગીરી મગનગીરી મો-૯૮૭૯૫ ૯૦૧૪૬, શિવ ડિજિટલ, ઘનશ્યામ ચેમ્બર, જુનાં મહાજન ચોક અને અમિતગીરી મો-૯૯૧૩૮ ૯૬૯૧૭, બળવતગીરી મો-૯૫૫૮૩ ૧૫૩૧૫, નિતેષગીરી મો-૯૮૨૫૨ ૬૪૦૬૧, પ્રકાસગીરી મો-૯૯૨૫૭ ૪૧૯૨૪, એડવોકેટ હાર્દિકગીરી મો-૯૬૩૮૩ ૧૩૧૨૩ અને દેવેન્દ્રગીરી મો-૯૬૩૮૩ ૫૪૬૧૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.