ખુરશીના ખેલ:
સરપંચને ખુરશીમાથી પાડી દેવા ગૂંથેલી જાળ મા ખુદ હરીફ જુથ ફસાયુ.

ટંકારા ગ્રામ પંચાયતની બજેટ મંજુર કરવા મળેલી સામાન્ય સભામા સરપંચ વિરોધી જુથના સભ્યોએ એકસંપ કરી બબ્બે વખત બજેટ ના મંજુર કરતા સરપંચે દાવ ખેલી અગાઉ એક મહિલા સદસ્ય ને આંગણવાડીમા ફરજ બજાવતા હોવાથી પદભ્રષ્ટ કરાવ્યા બાદ બીજો ઘા ઝીંકી નારાજ સભ્યને સતત ચાર મિટીંગ મા ગેરહાજર રહેવા સબબ પોતાની સતા નો ઉપયોગ કરી સસ્પેન્ડ કરી દઈ હરીફ છાવણીને રીતસર ઉભી વેતરી નાંખી આગામી બેઠકમાં વટ થી બજેટ મંજુર કરવાનો માર્ગ મોકળો કરી લીધો હતો.

ટંકારા તાલુકાની સૌથી મોટી ગણાતી ગ્રામ પંચાયતનુ બજેટ મંજુર કરવા મળેલી સામાન્ય સભામા હરીફ જુથે આગોતરી તૈયારી સાથે સરપંચને સતા ના સિંહાસનેથી ઉથલાવી દેવા ના મનસુબા સાથે બહુમતીના જોરે બબ્બે વખત બજેટ ના મંજુર કરી શહેરમા ચકચાર જગાવી હતી. એની સામે સરપંચ ગોરધનભાઈ ખોખાણીએ વળતો દાવ ખેલી બે દિવસ પૂર્વે હરીફ છાવણીના ગ્રામ પંચાયતના વોર્ડ નં ૯ ના મહિલા સદસ્ય બિલ્કીશબેન અનવરભાઈ સોહરવદીને ગ્રામ પંચાયતનુ સભ્ય પદ ધરાવવા ઉપરાંત, ટંંકારાના તિલકનગર ખાતે આંગણવાડી કેન્દ્ર મા તેડાગર તરીકે ફરજ બજાવતા હોવાના મુદ્દો ઉઠાવી પદભ્રષ્ટ કરાવ્યા હતા. વિરોધી જુથે આ મુદ્દે ડીડીઓ સમક્ષ અપીલ દાખલ કરી છે.એનો નિર્ણય આવે એ પૂર્વે સરપંચ જુથના ગણાતા પરંતુ છેલ્લા ઘણા સમયથી નારાજ થઈ હરીફ છાવણી સાથે હાથ મિલાવવાની પેરવી કરતા અસંતુષ્ટ મહિલા સદસ્ય મિતલબેન કેવલભાઈ દંતેસરીયા સતત ચાર બેઠક મા ગેરહાજર રહેતા સરપંચે પોતાની સતા નો ઉપયોગ કરી હરીફ છાવણી સાથે હાથ મિલાવે એ પૂર્વે જ મિતલબેન ને સભ્ય પદેથી પાણીચુ પકડાવી સરપંચ ગોરધનભાઈ ખોખાણીએ ખરા ટાંકણે બીજો રાજકીય એટેક કરી દેતા હરીફ જુથ મા સોંપો પાડી દીધો હતો. આ જોતા હવે આગામી દિવસોમા મળનારી સામાન્ય સભામા સરપંચે બજેટ મંજુર કરવાનો માર્ગ મોકળો કરી લીધો હતો.