ટંંકારા ગ્રા.પં.ના ગજગ્રાહમા વિરોધી જુથના સભ્ય સસ્પેન્ડ થતા સરપંચ સતા ટકાવવા સફળ થવાની પ્રબળ સંભાવના.

Advertisement
Advertisement
સરપંચને ખુરશીમાથી પાડી દેવા ગૂંથેલી જાળ મા ખુદ હરીફ જુથના મહિલા સભ્ય ફસાયા, મહિલા સભ્યનુ સભ્ય પદ બચાવવા હવાતીયા..
ટંકારા ગ્રામ પંચાયત ખાતે મળેલી નિયમ મુજબની માસિક સામાન્ય સભામા બજેટ સહિતના નવ મુદ્દા મંજુર કરવા ચર્ચા થાય એ પૂર્વે ચુંટાયેલા સભ્યોએ જ સરપંચની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી હોબાળો મચાવી બજેટ સહિતની તમામ બાબતો નો વિરોધ કરી બજેટ ના મંજુર કર્યા બાદ સરપંચ જુથને બહુમતીથી બજેટ મંજુર કરવા માટે બીજી તક ટીડીઓ દ્વારા આપવામાં આવી હતી. પરંતુ બીજી બેઠક મા પણ સભ્યોએ ફરી બહુમતી ના જોરે ફરી બજેટ સહિતના તમામ મુદ્દાઓ નામંજુર કરતા સરપંચે વળતો રાજકીય હુમલો કરી આંગણવાડીમા ફરજ બજાવતા હરીફ જુથ ના મહિલા સદસ્ય સામે બે હોદ્દા ધરાવતા હોવાથી મહિલા સદસ્યને પદ ભ્રષ્ટ કરવા ફરીયાદ કરતા ટીડીઓએ તપાસ કરી મહિલા સદસ્યને સભ્યના હોદ્દા પરથી દુર કરતા ફરી પંચાયતના રાજકીય કાવાદાવા મા સરપંચ જુથનુ પલડુ ભારી થતુ ચિત્ર ઉપસ્યુ છે. અને તાલુકાના રાજકારણમાં મામલો ગરમાયો છે.
ટંકારા તાલુકાની સૌથી મોટી ગણાતી ગ્રામ પંચાયત ખાતે  માસિક સામાન્ય સભા ગત ૨૨ મી ડિસેમ્બરે મળી હતી. પરંતુ સામાન્ય બજેટ રજુ થતા જ આગોતરી તૈયારી સાથે આવેલા સરપંચ વિરોધી જુથના સભ્યોએ ગોઠવણ મુજબ વિરોધ કરી સરપંચ ની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી બજેટ ના મંજુર કરતા સરપંચ જુથ લઘુમતીમા આવતા  ટીડીઓએ સરપંચ જુથ ને પંચાયત ધારા ની જોગવાઈ મુજબ બહુમતી પુરવાર કરી બજેટ મંજુર કરવા બીજી તક આપી હતી. પરંતુ બીજી તક મા પણ હરીફ જુથના સભ્યો એ એક જુથ થઈ બહુમતીના જોરે ફરી બજેટ ના મંજુર કરતા ભારે હડકંપ મચી હતી. અને સરપંચની ખુરશી હચમચ્યા ના મુદ્દે તાલુકાભર મા સ્થાનિક રાજકારણ ગરમાયુ હતુ. એ ટાંકણે જ સરપંચ ગોરધનભાઈ ખોખાણી એ હરીફ છાવણીના ગ્રામ પંચાયતના વોર્ડ નં ૯ ના મહિલા સદસ્ય બિલ્કીશબેન અનવરભાઈ સોહરવદી ગ્રામ પંચાયતનુ સભ્ય પદ ધરાવવા ઉપરાંત, ટંંકારા શહેરના તિલકનગર ખાતે આંગણવાડી કેન્દ્ર મા તેડાગર તરીકે ફરજ બજાવતા હોવાથી એક વ્યક્તિ બે હોદ્દા ધરાવતા હોવાના મુદ્દે ડીડીઓને લેખિત ફરીયાદ કરી ગ્રા.પં.ના સભ્ય પદેથી પદ ભ્રષ્ટ કરવા માંગણી કરી હરીફ જુથ ઉપર આકરો વળતો રાજકીય પ્રહાર કરતા તાબડતોબ ટીડીઓને તપાસ સોંપવામાં આવી હતી. જેમા, બિલ્કીશબેન સોહરવદી વર્ષ ૨૦૦૮ થી આંગણવાડી મા તેડાગર તરીકે ફરજ બજાવતા હોવાનુ ફલિત થયુ હતુ. ફરજ બજાવતા હોવા છતા સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચુંટણીમા વોર્ડ નં ૯ માથી ચુંટાઈ ને જાન્યુઆરી ૨૦૨૨ થી ગ્રામ પંચાયતનુ સભ્યપદ પણ ભોગવતા હોવાનુ સાબિત થતા ટીડીઓ યોગેશભાઈ રાવલે પંચાયત અધિનિયમ હેઠળ તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયતના સદસ્ય પદેથી  ગેરલાયક ઠરાવી સભ્યના હોદ્દા પરથી ખદેડી મુકતા સતા ની ખેંચતાણ મા એકબીજાને ભરી પીવાની રાજકીય લડાઈમાં હરીફ જુથ સરપંચને ખુરશી પર થી તગેડી અસ્તિત્વ ની લડાઈ ની જીત નો જશન મનાવે એ પૂર્વે સરપંચે બરાબર નો હથોડો ઠોકી દેતા પંચાયતી રાજકારણમા ભારે અફરાતફરી મચી હતી. હાલ, પંચાયત ના વિવાદ મા સરપંચ જુથ નુ પલડુ ભારી થયા નુ અને ત્રીજી તક મા સરપંચ બહુમતીથી બજેટ પાસ કરાવી સતા ટકાવી રાખવા સફળ થાય એવુ ચિત્ર ઉપસ્યુ છે.
ટંંકારા ગ્રામ પંચાયત ની વર્ષ ૨૦૨૧ ના અંતે સંપન્ન થયેલી ચુંટણી વખતે જ સરપંચ અને હરીફ જુથ વચ્ચે વૈમનસ્ય ના બીજ રોપાઈ ગયા હતા.જેમા, બંને જુથ પાસે ૭ – ૭ સભ્યો હોવાથી સરપંચ નો મત સરપંચ જુથ બાજુ પડે એટલે એક મતે હરીફ જુથ મહાત થાય એવા એંધાણ હોવાથી હરીફ છાવણી મોકા ની રાહ મા સમસમી રહી હતી. જેવા સરપંચ જુથના એક સભ્યે રાજીનામુ દેતા અને એક સભ્ય નારાજ થતા હરીફ છાવણીએ ખેલ પાડી દેવા બબ્બે વખત બજેટ નામંજુર કરી ખેલ પાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ, સરપંચે ખરા ટાંકણે દાવ ખેલી આખરે હથોડો ઠોકી હરીફ જુથના મહિલા સદસ્ય ને સસ્પેન્ડ કરાવતા હાલ તો, હરીફજુથ મા સોંપો પડી ગયો હતો.જોકે, ગ્રામ પંચાયત ના વોર્ડ નં ૯ ના મહિલા સદસ્ય બિલ્કીશબેન સોહરવદીએ તેમના વકીલ ગીરીશભાઈ અંબાણી મારફતે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ના ૨૦૧૯ ના પરિપત્ર નો આધાર ટાંકી આંગણવાડીના તેડાગર નુ પદ રદ કરવા મુદ્દે ડીડીઓ સમક્ષ અપીલ ફાઈલ કરી હોવાનુ જાણવા મળેલ છે.