ટંકારા: મિતાણા-પડધરી રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના મિતાણા-પડધરી રોડ ઉપર દહીંસરડા રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈક લઈને જઈ રહેલા યુવાનને અડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. તારીખ 14ના રોજ ટંકારા તાલુકાના મિતાણા-પડધરી રોડ ઉપર દહીંસરડા રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા માધવભાઈ ગોકળભાઇ છીપરિયા નામના યુવાનને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી અકસ્માત સ્થળેથી વાહન લઈને નાસી જતા ટંકારા પોલીસે મૃતક યુવાનના પિતા ગોકળભાઇ સવસીભાઈ છીપરિયા રહે.દહીંસરડા તા.પડધરી, જી.રાજકોટ વાળાની ફરિયાદને આધારે અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.