વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઢુંવા માટેલ રોડ ઉપર આવેલ દ્વારકાધીશ હોટલ પાસેથી બાઈક ઉપર શંકાસ્પદ રીતે બાચકું લઈને પસાર થતા આરોપી જગદીશ ઉર્ફે વનરાજ ગેલાભાઈ ભૂસડીયાની તલાશી લેતા આરોપીના કબ્જામાંથી 48 ડબલા બિયરનો જથ્થો મળી આવતા 30 હજારનું બાઈક અને 4800 રૂપિયાની બિયર કબ્જે કરી હતી. આરોપીની પૂછતાછમા બિયરનો આ જથ્થો આરોપી રામજી ઉર્ફે અજય ધીરુભાઈ ભૂસડીયા રહે.મેસરિયા ગામ વાળા પાસેથી લીધાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપી રામજી ઉર્ફે અજયને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે.