મોરબી: લાતીપ્લોટમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા પોલીસ બની સિંઘમ બુટલેગરોમાં ફફડાટ

Advertisement
Advertisement

છેલ્લા ઘણા સમયથી શહેરમાં ફરિયાદો ઉઠી રહી છે દારૂ જેવી બદીઓ ને નાબૂદ કરવા એ ડિવિઝન પોલીસ કાલે સિંઘમ બની હતી અને બાતમીના આધારે લાતીપ્લોટમાં દરોડા કરતા બુટલેગરો માં ફફડાટ વ્યાપી ગયો હતો જો કે રેડ દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝપ્ત કર્યો હતો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન મોરબીના લાતીપ્લોટમાં આવેલ ગેસના ગોડાઉન પાસે બુટલેગરોનો જમાવડો થયો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડતા નાસભાગના દ્રશ્યો વચ્ચે સ્થળ ઉપરથી રોયલ સ્ટગ સુપ્રીયર વ્હીસ્કીની 24 બોટલ કિંમત રૂપિયા 9600, મેકડોલ્સ નં.1 ડીલક્ષ વ્હીસ્કીની બોટલ 53 કિંમત રૂપિયા 19,875 મળી આવ્યો હતો. જો કે પોલીસને જોઈ આરોપીઓ સ્થળ ઉપર વાહનો મૂકી નાસી જતા પોલીસે દરોડા સ્થળેથી બુલેટ મો.સા રજી નં.GJ-36-K-2712, એકટીવા મો.સા રજી નં.GJ-36-AE-0897, એક્સેસ મો.સા રજી નં.GJ-36-AD-4712, એક્સેસ મો.સા રજી નં.GJ-36-AA-6346 તેમજ એક્સેસ મો.સા ચેસીસ નં.MB8DP12DGM8769560 કબ્જે કરી પાંચેય આરોપીઓને ફરાર દર્શાવી તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.