વાંકાનેર તાલુકાના કેરાળા ધામ ખાતે બે સાંસદોએ રાણીમા રૂડીમાં મંદિર પરિસર , ગૌશાળા સહિત સફાઈ કરી

Advertisement
Advertisement

 

 

 

 

રાજકોટના સાંસદ તથા રાજ્યસભાના સાંસદ સાથે શહેર તાલુકાના ભાજપના હોદ્દેદારો , પદાધિકારીઓ તથા કાર્યકરો દ્વારા વડાપ્રધાનના સફાઈ અભિયાન ને આગળ ધપાવ્યો હતો અને સફાઈ અભિયાન હાથ ધર્યું હતુ
વાંકાનેર : અયોધ્યા ખાતે ૫૦૦ વર્ષ બાદ તા. ૨૨ જાન્યુઆરીએ નવનિર્મિત ભવ્યાતિભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામ લલ્લા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વિધાન સાથે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દેશમાં રામ રાજ્ય જેવો માહોલ સર્જાયો છે પ્રજાજનોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે ઘરે ઘરે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ ધાર્મિક સ્થાનો , મંદિરોની સફાઈ કરી સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની ઘોષણા કરી છે જે અંતર્ગત વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રાણીમા રૂડીમાં મંદિર ખાતે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા તથા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાનમાં તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણીયારિયા‌ , તાલુકા પંચાયત પ્રમુખ પતિ હરુભા ઝાલા , યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, નગરપાલિકાના પૂર્વ નગરસેવકો, તાલુકા , જિલ્લા પંચાયત સદસ્યો સાથે તાલુકા જિલ્લાના હોદેદારો પદાધિકારીઓ તથા મામલતદાર યું.વી. કાનાણી સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો સ્વચ્છતા અભિયાનમા જોડાયા હતા.
મહત્વની વાત એ હતી કે સાંસદો કેશરીદેવસિંહ ઝાલા તથા મોહનભાઈ કુંડારિયા દ્વારા ગૌશાળામાં ખાસ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું અને પોતાના હાથે ગૌવંશને લીલો ઘાસચારો તથા ઘી ગોળ રોટલી ખવડાવી ધન્યતા અનુભવી હતી.
કેરાળા ધામના મહંત મુકેશભગત , લક્ષમણભગત સહિત મંદિરના સેવકો દ્વારા સાંસદોનું સન્માન કરાયું હતું સાથે તમામ કાર્યકરો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી.