હળવદ: ગોરી દરવાજા વિસ્તારમાં સગા ત્રણ ભાઈઓ પર હુમલો, એકનું મોત, બે સારવારમાં

Advertisement
Advertisement

હળવદ શહેરમાં આવેલ ગોરી દરવાજા વિસ્તારમાં હળવદના નવા ઇસનપુર ગામે રહેતા અને આ વિસ્તારમાં સેન્ટીંગનું કામ કરતા ત્રણ ભાઈ પર હળવદના જ પાંચ જેટલા શખ્સોએ તીક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હતો જેથી ત્રણેય ભાઈઓ ઇજાગ્રસ્ત થયા હોય જેથી તેઓને પ્રથમ હળવદ ત્યારબાદ મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં એકનું મોત નીપજ્યું છે.

હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતા રવિભાઈ ખોડાભાઈ સોનગરા, જયદીપભાઇ ખોડાભાઈ સોનગરા અને હિરેનભાઈ ખોડાભાઈ સોનગરા સેન્ટીંગનું કામ કરતા હોય જેથી તેઓ રાબેતા મુજબ જુના ઇસનપુરથી હળવદ શહેરના ગોરી દરવાજા વિસ્તારમાં કામ પર આવ્યા હતા. ત્યારે બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ હળવદ શહેરમાં જ રહેતા બે શખ્સો સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઉશ્કેરાયેલા બંને શખ્સોએ અન્ય ત્રણ ચાર લોકો લઈ આવી ત્રણેય ભાઈ કામ કરી રહ્યા હતા ત્યાં આવી બોલાચાલી કરી ત્રણેય ભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ સારવાર દરમિયાન રવિભાઈ ખોડાભાઈ સોનગરાનું મોત નીપજ્યું છે જ્યારે હિરેનભાઈ અને જયદીપભાઇની સારવાર ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ હત્યાના બનાવને પગલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી આરોપીઓનું પગેરું દબાવવા જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.