મોરબી: ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો

ફોટો સોર્સ ગૂગલ
ફોટો સોર્સ ગૂગલ
Advertisement
Advertisement

મોરબી નેશનલ હાઇવે રોડ પર આવેલ ઇમ્પેરીયલ હોટલ બાજુમાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. ઇમ્પેરીયલ હોટલ બાજુમાં આરોપી હરદેવભાઈ ઉર્ફે સાગર હરેશભાઈ બારડએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ. ૨૪૬૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.