ટંકારામા સવા પાંચસો વર્ષ થી ઉતરાણે ભૂદેવો-સાધુ પરીવાર ને તલનુ દાન કરવાની પરંપરા આજે પણ નિભાવવામા આવે છે

Advertisement
Advertisement
સુખી-સંપન્ન ભૂદેવો મકરસંક્રાંતિએ કડકડતી ટાઢ મા કતાર મા ઉભા રહી ને દાન પાત્રમા તલ ની સાનીનો પ્રસાદ સ્વિકારે છે.


ટંકારા શહેરની મધ્યે બિરાજતા અને ગ્રામદેવ તરીકે પુજાતા લક્ષ્મીનારાયણ મંદિરે પાંચ સૈકા થી ચાલતી વડવાઓએ પ્રસ્થાપિત કરેલી પરંપરા મકરસંક્રાંતિએ બ્રાહ્મણો, સાધુઓને તલ ની શાની દાન આપવાની પરંપરા આજે પણ નિભાવાય રહી છે.  સુખી-સંપન્ન બ્રાહ્મણો પણ શાની ના પ્રસાદનુ અદકેરૂ મહત્વ સમજીને આજે પણ વહેલી સવારે કડકડતી ઠંડી મા હાથ મા પાત્ર પકડીને  પ્રસાદ સ્વિકાર કરી યજમાન અને આચાર્ય (ભૂદેવ) વચ્ચે નો અતુટ નાતો નિભાવી રહ્યા છે.
હિંદુ ધર્મ ના શાસ્ત્રોના વર્ણન પ્રમાણે મકરસંક્રાંતિના દિવસે સત્ય અને વચનપાલક ભિષ્મ પિતામહે પોતાની ઈચ્છિત મૃત્યુ ના વરદાન મુજબ દેહ ત્યાગ કર્યો હોવાથી ઉતરાયણ ના દિવસે આજે પણ ધર્મ નુ મહત્વ સમજતા તમામ હિંદુ ધર્મ ના લોકો આજના દિવસે દાન નુ વિશેષ મહત્વ હોવાથી દાન પૂણ્ય કરે છે.એમાયે આજે તલદાન નુ મહત્વ સવિશેષ હોવાથી ટંકારા શહેરની મધ્યે બિરાજતા અને ગ્રામદેવ તરીકે પુજાતા પ્રસિધ્ધ લક્ષ્મિનારાયણ ભગવાનનુ દેવાલય (મંદિર) આવેલુ છે. મંદિર પરિસરમા લગભગ સવા પાંચસો વર્ષ પૂર્વે ગામના ધાર્મિક આસ્થાળુ અને સેવાભાવી લોકોએ ઉતરાણ મકરસંક્રાંતિ પર્વ ના મહત્વ ને ધ્યાન મા રાખી સંક્રાંતિ પૂર્વે ખેડુતો, શ્રીમંતો પાસેથી તલ, ગોળ ઉઘરાવી તલ પિલાવીને ગોળ ભેળવી પોતાના હાથે તલ ની શાની તૈયાર કરી મકરસંકાંતિ ના દિવસે શહેરના ભૂદેવો, સાધુઓને દાન આપવાની પરંપરા શરૂ કરી હતી.જે આજે પણ સવા પાંચ સૈકા પછી પણ મૂળ ટંકારા શહેરના ભાવિકોએ પરંપરા બરકરાર રાખી છે.હાલમા, મંદિર ના પુજારી દ્વારા તલ,ગોળ નો ખર્ચ ઉઠાવવામા આવે છે. આ વખતે ઉત્તરાણે પણ વડીલો પાર્જિત પૌરાણિક દાનની પરંપરા મુજબ શાની નુ દાન કરવાની પરંપરા જાળવી રાખી ને શહેરના ગ્રામ દેવ મંદિરના મહંત હરેશભાઈ ભગત ઉપરાંત, સુરેશભાઈ ખોખાણી, રજનીકાંત ઘેટીયા, મનુભાઈ સોની, કિરીટ વડઘાસીયા, પ્રકાશ ઘેટીયા સહિતના સેવક સમુદાય આગલી રાત્રે પોતાના હાથે તલ ગોળનુ મિશ્રણ તૈયાર કરીને શાની પ્રસાદ તૈયાર કરે છે.અને ઉતરાણના વહેલી સવારે બ્રહ્મ સમાજના મોભી અમુભાઈ ત્રિવેદી, બ્રહ્મ અગ્રણી ઘેલા મા’રાજ, કિશોરભાઈ પંડયાની હાજરીમા મંદિરના મહંત દ્વારા શહેરના બ્રાહ્મણો સાધુ સમાજ પરીવારને તલ માથી બનાવાયેલી તલની શાની નુ મંદિર પરીસરમાં પ્રસાદરૂપે દાન કરવામા આવ્યુ હતુ.  શહેરભરમા વસતા અને શહેર છોડીને કામ ધંધાથેઁ અન્ય શહેરમા સ્થાયી થયેલા સાધુ અને ભૂદેવો આજે પણ દિવાળી બાદ પ્રારંભ થયેલા નૂતન વર્ષ ના હિંદુધર્મ ના પ્રથમ પર્વ ગણાતા મકરસંક્રાંતિએ શાની પ્રસાદનુ અદકેરૂ મહત્વ સમજીને વહેલી સવાર થી કડકડતી ઠંડીમા હાથમા દાન પાત્ર પકડીને પ્રસાદરૂપે શાની સ્વિકાર કર્યો હતો. આ દાન આપવા અને સ્વિકારવાની પરંપરામા દાન આપનારા યજમાનો સંક્રાંત પર્વે તલ દાન ફળ વિશેષ માને છે. જયારે ભુદેવો, સાધુઓ તલના દાનને મહાપ્રસાદ સમજે છે. જેમા, દાન સ્વિકારનારા સુખીસંપન્ન હોય તો પણ કતાર મા રહી ને દાનપાત્ર મા તલદાન (સાની) મહાપ્રસાદ તરીકે સ્વિકાર કરે છે.  લગભગ સવા પાંચસો વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ યજમાનો દ્વારા તલ ના દાન ને શ્રેષ્ઠ માનીને ગોળ ભેળવી ભુદેવો માટે તલ ની સાની તૈયાર કરી દાન રૂપે અપાય છે. આજે પણ પ્રાચીન સંસ્કારો અને ધાર્મિક સંસ્કૃતિને જીવંત રાખવા યજમાનો હરખ થી સ્વૈચ્છાએ ધર્મ શાસ્ત્રોનુ જતન કરવા પૌરાણિક રસમ ધબકતી રાખવા મથતા હોય ત્યારે દાન સ્વિકારવુ ભૂદેવ તરીકે ધર્મ સાથે કર્મરૂપી ફરજ છે. જે અમે નિભાવવા બ્રહ્મકુળ તરીકે બંધાયેલા છીએ. યજમાન દ્વારા ભાવ થી અપાતુ સામાન્ય દાન પણ ભૂદેવ તરીકે ઠુકરાવી શકાતુ નથી. જ્યારે મકરસંક્રાંતિએ તલ રૂપી દાન તો લક્ષ્મીનારાયણ દાદા (ઈશ્વર) નો મહાપ્રસાદ છે. જેનો સહર્ષ સ્વિકાર કરવો જ પડે.
હર્ષદભાઈ ત્રિવેદી, પ્રમુખ -બ્રહ્મસમાજ, ટંકારા.