મોરબી લાલપર ગામમાં અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું ગામ લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમજ ડીજે સાઉન્ડના તાલે વાજતે ગાજતે આખા ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં લાલપર ગામના ભાઈઓ-બહેનો અને બાળકોએ ખૂબ ઉત્સાહભેર બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચ રમેશભાઈ પટેલ, ઉપસરપંચ રાજુભાઈ પટેલ, ગામ પંચાયતના સદસ્યો તેમજ આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે મોરબી તાલુકા યુવા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા હાજર રહ્યા હતા.