માળીયા: વાધરવા નજીક ટ્રેઈલર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા યુવાનનું મોત

Advertisement
Advertisement

માળીયા-અમદાવાદ હાઇવે ઉપર વાધરવા ગામના પાટિયા પાસે RJ-14-GE-5378 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે એક્ટિવાને ઠોકર મારતા એક્ટિવા ચાલક સલીમભાઈ અકબરભાઈ ભુવડ રહે. હરિપર, તા.માળીયા નામના યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે એક્ટિવામાં બેઠેલા દસરથભાઈ અને મુકેશભાઈને ઇજાઓ પહોંચતા મૃતકના ભાઈ ફિરોજભાઈ અકબરભાઈ ભુવડે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.