હળવદ તાલુકાના ટિકર ગામ નજીક આવેલી રણની ઢસી પાસેથી કોઈ નિષ્ઠુર જનેતાએ ત્યજી દીધેલ નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે. આ બનાવ મામલે જિલ્લા પંચાયત સદસ્યએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો બનાવ સ્થળે રવાના થયો છે. રણની ઢસી નજીકથી બપોરના સમયે નવજાત શિશુ મળી આવતા હળવદ પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે જવા રવાના થયો હોવાનું જાણવા મળે છે. હાલ નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા બનાવ સ્થળે લોકોના ટોળા એકત્રિત થયા છે.