ઉત્તરાયણમાં પતંગની દોરથી ઘાયલ થતાં પક્ષીઓ માટે મોરબીની જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થા કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના વિવિધ વિસ્તારોમાં કેમ્પ કરી ઘાયલ પક્ષીઓ માટે સારવાર પૂરી પાડવામાં આવશે. જેમાં કેપિટલ માર્કેટ , રવાપર ચોકડી, બાપાસિતારામ ચોક,રવાપર રોડ, પંચાસર રોડ,હનુમાન મંદિર સામે, નેહરુગેટ ચોક, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-2, આ સ્થળો ઉપર કર્તવ્ય જીવદયા કેન્દ્રના સ્ટાફ દ્વારા ઘાયલ થયેલ પક્ષીની વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત સંસ્થા દ્વારા હેલપલાઈ નંબર 757488574, 77574868886 જાહેર કરવામાં આવ્યો છે.