વાંકાનેરમાં સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે વિવિધ સંગઠનો દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાયા
વાંકાનેર : વાંકાનેર તાલુકામાં રાષ્ટ્રીય સ્વામિ વિવેકાનંદ સેવા સંઘ પરિવાર તેમજ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતી ઉજવવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત વાંકાનેરનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી , મામલતદાર ઉત્તમ કાનાણી , વાય.પી. ગોસ્વામી , મહિલા પી.એસ.આઇ. ધર્મિષ્ઠાબેન કાનાનિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતી ઉજવવામાં આવી હતી.ની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરી હતી. ઉપસ્થિત મહેમાનોને રાષ્ટ્રીય સ્વામિ વિવેકાનંદ સેવા સંઘ પરિવાર તરફથી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વામિ વિવેકાનંદ સેવા સંઘ પરિવારના મોરબી જિલ્લા પ્રમુખ હિરેનભાઇ રામાનુજ તથા શિતલબેન મહેતા સહિ સંધ પરિવારના કાર્યકર મિત્રો તેમજ યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા.