મોરબી: રવાપર ગામે બાંધકામ સાઇટ ઉપરથી નીચે પટકાતાં યુવકનું મોત

Advertisement
Advertisement

મોરબીના રવાપર ગામ પાસે આવેલી રવાપર રેસીડેન્સી સામેના ભાગમાં ફ્લોરા ઇલેવન-11નું કામ ચાલી રહ્યું છે અને આ બિલ્ડિંગમાં 11માં માળ ઉપર કામ કરતા સમયે મૂળ ઉત્તરપ્રદેશના ગાજીપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં રવાપર રેસીડેન્સી સામે ફલોરા-11ની બાંધકામ સાઈટ ખાતે રહેતો શિવાકુમાર સંતોષરામ કુમાર અકસ્માતે પગ લપસતા 11માં માળ ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને તે યુવાનને શરીરે ગંભીર ઈજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈ આશિષકુમાર સંતોષરામ કુમાર રહે. હાલ ફ્લોરા-૧૧ બાંધકામ સાઈટ મૂળ રહે. ગાજીપુર ઉત્તરપ્રદેશ વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.