મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સમસાન સામેથી એકટીવા લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેના સ્કૂટરની આડે ગાય ઉતરી હતી જેથી કરીને સ્કૂટરને કન્ટ્રોલ કરવા જતા તે વાહન સ્લીપ થઈ ગયું હતું ત્યારે યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. પંચાસર રોડ ઉપર આવેલ ભારતપરામાં રહેતા હાજી ઓસમાણભાઈ રાઉમા લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સ્મશાન સામેથી તેની એક્ટિવા લઈને જતા આ દરમિયાન અચાનક ગાય ઉતરી હતી. જેથી એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું અને તેમને ઈજાઓ પહોંચી હતી. બાદમાં યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા.