ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, જિલ્લા કિસાન મોરચાના મંત્રી કાનાભાઈ ગમારા , પૂર્વ ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત અનેક અગ્રણીઓ શોભાયાત્રામાં જોડાયા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો
અયોધ્યામાં વર્ષો બાદ રામલલ્લાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠામહોત્સવ આગામી તા ૨૨ જાન્યુઆરીના રોજ યોજાનાર છે જેના અંતર્ગત દેશમાં ખુશીનો માહોલ સર્જાયો છે. ઠેરઠેર કળશ યાત્રા નીકળી રહી છે અને તેનું ભાવભેર સ્વાગતકરવામાં આવી રહ્યું છે. ત્યારે વાંકાનેરની વૃંદાવન વાટિકા સોસાયટી
ખાતે ભવ્ય કળશ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ યાત્રા ઢોલનગારા સાથે આતશબાજી ના સંગાથે સોસાયટીના કળશથી પ્રસ્થાન થઈ હતી જે સોસાયટીના તમામ માર્ગો પર ઘરે ઘરે વધામણાં કરવામાં આવેલ જેમાં વાંકાનેરના લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને તેમની ટીમે અક્ષત કળશ ની મહાઆરતીનો લાભ લીધો.