વાકાનેર તાલુકાના નવા ઢુવા ગામથી લાકડધાર ગામ તરફ જતા રોડ પર બંધ હાલતમાં રહેલા સ્વીફ્ટ સીરામીકના પાછળના ભાગે ખુલ્લા પટમાં ઈકો કારમાંથી વિદેશી દારૂની 240 બોટલો સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય ત્રણ ઈસમો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. નવા ઢુવા ગામથી લાકડધાર ગામ તરફ જતા રોડ પર બંધ હાલતમાં રહેલા સ્વીફ્ટ સીરામીકના પાછળના ભાગે ખુલ્લા પટમાં આરોપીઓ ઇકો કાર નંબર GJ-03-MH-4867 કિંમત રૂપિયા 3 લાખ વાળીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી ઈંગ્લીશ દારૂની બોટલ 240 કિંમત રૂપિયા 87,120 તથા મોબાઇલ ફોન નંગ-01 કિંમત રૂપિયા 5000 તથા મોટરસાયકલ નંગ-02 કિંમત રૂપિયા 80,000 કુલ કિંમત રૂપિયા 4,72,120ના મુદ્દામાલ સાથે આરોપી મેરાભાઈ હરેશભાઈ ભાટીયાને વાકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય ઈસમો કાર ચાલક તથા કુલદીપભાઇ ખુમાણભાઇ પઢીયાર તથા પ્રવીણભાઇ કેશુભાઇ પરમાર સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ માલ મોકલનાર તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.