ટંકારા તાલુકાના મિતાણા ગામનાં પુલ પાસે આઈસરે બાઈક, કાર સહિત પી.સી.આર વાહન પી-૧૦૦ને અડફેટે લીધા હતા. જેમા બાઈક ચાલકને શરીરે ઈજા પહોંચી હતી જ્યારે ઈકો કાર અને પી.સી.આર વાહનમાં પણ નુકસાન કર્યું હતું. જેથી આ બનાવ અંગે આરોપી આઈસર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ચુનારવાડ શીવાજીનગર શેરી નં-૨૧ જી.ઈ.બી. પોલીસ સ્ટેશન સામે દૂધસાગર રોડ રાજકોટમાં રહેતા અજયભાઈ રાજેશભાઈ મકવાણા આરોપીએ પોતાનાં હવાલાવાળુ આઇસર ટ્રક રજીસ્ટર નંબર GJ-13-AT-8397 વાળુ કેફી પ્રવાહી પીધેલ હાલતમા પુરઝડપે અને બેફીકરાઈથી પોતાની તથા મનુષ્યની જીદગી જોખમાય તે રીતે ડ્રાઇવીગ લાયસન્સ વગર ચલાવી બાઈકને અડફેટે લઈ શરીરે ઇજા કરી તેમજ ઇકો કારને અડફેટે લઈ ઇકો ગાડીમા નુકશાન કરી તેમજ પી.સી.આર વાહન પી-૧૦૦મા જમણી બાજુ નુકશાન કરી આઇશરની કિમત રૂપિયા 5,00,000 ગણી નિકળતા મળી આવતા ગુન્હો કર્યો હોવાથી આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.