


વાંકાનેરમા શ્રી રામ , લક્ષમણ , સીતા માતા તેમજ વાનરસેના સાથે ભવ્ય કળશ શોભાયાત્રા નીકળી
શોભાયત્રામાં રથમાં બિરાજમાન શ્રી રામ લક્ષમણ સીતા માતા સાથે વાનરસેના તથા ઘોડેસવાર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા
સોસાયટીના આબાલ વૃદ્ધ સૌ ભગવાનની શોભાયત્રામા જોડાઈ ધન્યતા અનુભવી હતી
આગામી તા ૨૨ નાં રોજ રોજ અયોધ્યા ખાતે નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામ લક્ષમણ સીતા માતા સહિત રામ દરબાર ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે જેના અનુસંધાને ભાટિયા સોસાયટીમા સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે તેમજ ભાટિયા સોસાયટી ધુમાડા બંધ એટલે કે આખી સોસાયટી એકજ રસોડે સાથે પ્રસાદ ગ્રહણ કરશે
વાંકાનેર : વર્ષો બાદ શ્રી રામ લલ્લા નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે યોજાનાર છે જેના અંતર્ગત દેશમાં ખુશીનો માહોલ સર્જાયો છે. ઠેર ઠેર કળશ યાત્રા નીકળે છે જેના ભવ્ય સ્વાગત કરવામાં આવે છે ત્યારે વાંકાનેરની ભાટિયા સોસાયટી ખાતે સમસ્ત ભાટિયા સોસાયટી દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યુ હતું.
શોભાયાત્રા ડી.જે. નાં તાલે ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી શોભાયાત્રા ગંગેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન થઈ હતી જે સોસાયટીના માર્ગો પર ફરી હતી. યાત્રામાં શ્રી રામ લક્ષમણ સીતા રથમાં બિરાજમાન થયા હતા તો યાત્રાની આગળ વાનરસેના સંગીતના તાલે ઝુમતા રહેલ સાથે ઘોડેસવાર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ બની રહેલ.
સોસાયટીના અગ્રણીઓ તથા પ્રજાજનો દ્વારા શોભાયાત્રાના ઠેર ઠેર વધામણા કરાયા હતાં અને મહિલાઓ સહિત અબાલવૃદ્ધ સૌ ભગવાનના ઉત્સવમાં રંગે રંગાઈ જય જય શ્રી રામ નાં નારાથી વાતાવરણ રામમય બની ગયું હતું.

