મોરબીના લાલપર ગામની સીમમાં જાંબુડીયા રોડ પર આવેલા ઈટાકા સિરામિકના લેબર ક્વાર્ટરની છત પરથી નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું. મનિષભાઇ ગરબીદાસ વર્મા રહે.ઈટાકા સીરામીકના લેબર ક્વાર્ટર, કોઇ કારણોસર લેબર ક્વાટરની છત પરથી પડી જતા શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.