મોરબી: માળીયા નેશનલ હાઈવે પર વિશાલ ફર્નીચર સામે ટ્રકની અડફેટે બાઈક સવારનું મોત

Advertisement
Advertisement

મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ પર વિશાલ ફર્નિચર સામે ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. પશ્ચિમ બંગાળમાં રહેતા દેબબ્રતદાસ સુભાષચંદ્રદાસ કરણ વાળાએ આરોપી ટ્રક ટેઇલર નં-GJ-36-T-4071ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તારીખ 4 જાન્યુઆરીના રાત્રીના સાડા અગિયારેક પહેલાના કોઈપણ સમયે આરોપી પોતાના હવાલાવાળું ટ્રક ટેઇલર પુરઝડપે અને ગફરતભરી રીતે માનવ જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી નીકળતા ફરીયાદીના મોટાભાઇ સુબ્રતાદાસના મોટરસાયકલને હડફેટે લેતા અકસ્માત થતા શરીરે ગંભીર ઇજા તથા સારવાર દરમ્યાન મોત નિપજાવી ટ્રક ચાલક ટ્રક મુંકી નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ દેબબ્રતદાસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.