વાકાનેર-રાજકોટ રેલવે ટ્રેક સાતનાલા પાસે ટ્રેન આવતા ટ્રેન નીચે પડતું મુકતા યુવાનનું મોત નિપજ્યું છે. જગદીશભાઈ વશરામભાઇ વોરા રહે. પેડક સોસાયટી દિગ્વિજયનગર વાંકાનેરવાળા કોઈ અગમ્ય કારણોસર રેલ્વેના ટ્રેક પર ટ્રેન નીચે પડતુ મુકતા શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.